Somnath Temple stands at the shore of the Arabian Sea on the western corner of the Indian subcontinent in Gujarat State. This pilgrimage is one of the oldest and finds its reference in all ancient texts including; Skand Puran, Shreemad Bhagavat, and Shiv Puran.
The hymn from Rig-Veda quoted below mentions Bhagvan Someshwar along with great pilgrimages like Gangaji, Yamunaji and Eastward Saraswati. This signifies the ancient value of this tirthdham. Somnath is in Prabhas Patan, is near to port city of Veraval. The Chandra Dev (Moon demi-God) is said to have been relieved from the curse of his father-in-law Daksha Prajapati by the blessings of Lord Shiv.
In Shiva Puran and Nandi Upapurana, Lord Shiv said, “I am always present everywhere but specially in 12 forms and places as the jyotirlings“. Somnath is one of these 12 holy places.
Somnath is the first among the 12 holy Shiv Jyotirlings. The shore temple of Somnath is believed to have been built in four phases – in gold by Lord Soma, in silver by Ravi, in wood by Lord Krishna and in stone by King Bhimadeva.
It has withstood the six-repeated desecrations by the Muslim invaders. The very existence of this temple is a symbol of the re-constructive spirit and cultural unity of Hindu religion. This is the perfect example of “Truth is always victorious“.
The seventh; existing temple is built in the Kailas Mahameru Prasad-style. The Iron Man of India Sardar Shri Vallabhbhai Patel is the pioneer of the existing temple.
The temple consists of Garbhgruh, Sabhamandap and Nrityamandap, with a 150-feet-high shikhar. The kalash at the top of the shikhar weighs 10 tons and the Dhwajdand is 27 feet tall and 1 foot in circumference. The Abadhit Samudra Marg, Tirsthambh (arrow) indicates the unobstructed sea route to the South Pole. The nearest land towards the South Pole is about 9936 km away. This is a wonderful indicator of the ancient Indian wisdom of geography and strategic location of the jyotirling.
The temple renovated by Maharani Ahalyabai is adjacent to the main temple complex. Hari Har Tirthdham is also located in Somnath. This is the holy place of Bhagvan Shri Krishna’s Neejdham Prasthan Leela. The place where Bhagvan Shri Krishna was hit by an arrow of a poacher is known as Bhalka Tirtha. After being hit by the arrow, Bhagvan Shri Krishna arrived at the holy confluence of Hiran, Kapila and Saraswati, and their sangam with the ocean. He performed his divine Neejdham Prasthan Leela on the sacred and peaceful banks of the river Hiran.
Watch Video
Ishan Netsol Presents Live Darshan From Somnath Temple
Timings : 7.00 AM to 8.00 PM
Aarti Time Today: 7.00 AM IST * 12.00 PM IST * 7.00 PM IST
Visit the official website http://www.somnath.org
Gujarati Translation
સોમનાથ જ્યોતિર્લિંગ
અતિપવિત્ર પ્રભાસ – ક્ષેત્રમાં સેંકડો સદીઓ પહેલાં એવું બન્યું કે ચંદ્રના અપ્રતિમ તેજથી આકર્ષાઈને આ ક્ષેત્રના રાજા દક્ષ પ્રજાપતિએ પોતાની સત્યાવીસ કન્યાઓનાં લગ્ન ચંદ્રમા સાથે કર્યા હતાં, પરંતુ ચંદ્રને તો માત્ર રોહિણી નામની કન્યા પ્રત્યે જ અનુરાગ હતો, અને તેથી બાકીની છવ્વીસ દક્ષ-કન્યાઓ પક્ષપાતને કારણે ભારે દુઃખી રહેતી હતી. આથી દક્ષરાજાએ ચંદ્રમાને ખૂબ સમજાવ્યા, પરંતુ ચંદ્ર ઉપર તેની કોઈ અસર થઈ નહિ. છેવટે નારાજ થઈને દક્ષરાજાએ ચંદ્રમાને શાપ આપ્યો કે “જા, તારા તેજનો ક્ષય થશે અને તું હંમેશને માટે અદ્રશ્ય થઈ ગયો, ધરતી પર ચારેકોર ‘ત્રાહિ ત્રાહિ‘ના પોકાર થવા લાગ્યા. દક્ષના આ શાપમાંથી મુક્ત થવા માટે દેવોને પ્રાર્થના કરી ત્યારે, ઈન્દ્ર વગેરે દેવો તથા ઋષિ – મુનિઓને બીજો કોઈ માર્ગ ન સૂઝતાં સૌ પિતામહ બ્રહ્માજી પાસે ગયા.”
મૃત્યંજય ભગવાનની આરાધના કરવી અને તે પ્રસન્ન થાય તો જ ચંદ્ર શાપમુક્ત થશે. ચંદ્રમાએ દેવ સમુદાય સહિત પ્રભાસમાં આવીને મૃત્યુંજય ભગવાનની અર્ચનાનું અનુષ્ઠાન કર્યુ, મૃત્યંજયના મંત્રથી પૂજા અને જાપ થવા લાગ્યા, છ મહિના સુધી નિરંતર ધોર તપ કર્યુ અને દસ કરોડ મંત્રના જાપ્ કર્યા. પરિણામે આશુતોષ ભગવાન પ્રસન્ન થયા અને મૃતતુલ્ય ચંદ્રમાને અમરત્વનું વરદાન આપ્યું, પણ ચંદ્રમાએ કરેલ અપરાધ માટે કહ્યું કે “પંદર દિવસ સુધી તારી એક એક કલા ધીમે ધીમે ઘટતી જશે, અને ત્યારપછી એ જ ક્રમમાં પંદર દિવસ સુધી તારી એક એક કલા વધતી વધતી પૂર્ણિમાને દિવસે તું પૂર્ણચંદ્રના રૂપમાં આવી જઈશ.” આમ, કલાહીન કલાધર ફરી એકવાર કલાયુક્ત થઈ ગયો અને સારી સૃષ્ટિમાં સુધાકરનાં સુધા-કિરણોથી પ્રાણ- સંચાર થવા લાગ્યો. ત્યારબાદ, ચંદ્રમાની પ્રાર્થનાનો સ્વીકાર કરીને ભક્તોના ઉદ્ધાર માટે મૃત્યંજય ભગવાન શંકરે પ્રભાસ-ક્ષેત્રમાં જ્યોર્તિલિંગના રૂપમાં હંમેશને માટે વાસ કર્યો. ચંદ્રમાએ ભગવાન શંકર મહાદેવને પોતાના ઈષ્ટદેવ માન્યા, અને ત્યારથી ભગવાન ભોળાનાથ પ્રભાસ – ક્ષેત્રમાં ‘ચંદ્રના નાથ‘ નામથી પૂજાય છે. ભગવાન શંકર આ યુગમાં, એટલે કે પ્રથમ પિતામહ બ્રહ્માદેવનાયુગમાં, ‘મૃત્યંજય‘ નામથી પૂજાતા હતા. ત્યારપછીના પાંચ બ્રહ્માઓના યુગમાં, એટલે કે પદ્મભૂદેવના ગુગમાં કાલાગ્નિ રુદ્ર, સ્વયંભૂદેવના યુગમાં અમૃતેશ, પરમેષ્ટિ બ્રહ્મદેવના યુગમાં અનામય, સુરજ્યેષ્ઠના યુગમાં કૃતુવાસ, હેમગર્ભ નામના બ્રહ્માદેવના યુગમાં ભૈરવનાથ, અને અત્યારના સાતમા બ્રહ્માદેવના યુગમાં અહીં ‘સોમનાથ‘ તરીકે પૂજાય છે. આ જ પ્રમાણે શિવજી સત્યયુગમાં ‘ભૈરવેશ્વર‘, ત્રેતાયુગમાં ‘શ્રવર્વિકેશ્વર‘ દ્વાપરયુગમાં ‘શૃગાલેશ્વર‘ નામથી પૂજાતા હતા, જ્યારે કલિયુગમાં ‘સોમનાથ‘ના નામથી પૂજાય છે.
પ્રભાસ-ક્ષેત્રમાં બ્રહ્માજીએ ભૂમિ ખોદીને સ્વયંભૂ જ્યોર્તિલિંગ સોમનાથના દર્શન કર્યા, એ લિગને દર્ભ, મધ અને બિલ્વપત્રથી આચ્છાદિત કરીને બ્રહ્માજીએ તેના ઉપર બ્રહ્માશિલા રાખી દીધી અને તેના ઉપર સોમનાથના બૃહદ્ – લિંગની પ્રતિષ્ઠા કરી અને ચંદ્રમાએ તેનું પૂજન કર્યું.