AGM 2012 Report

જય શ્રી કૃષ્ણ,
૨૭ માર્ચ રવિવાર ના દિવસે આપણી અનુંઅલ મિટીંગ જે મંદિરના સભ્યોની સામે યોજાઈ હતી. અને આનંદની વાત એ છે કે એમાં આપણે કોઈ પણ મુશ્કેલી વગર મંદિરની ચુંટણી નું કાર્ય કરી શક્યા. છેલ્લા ૧ વર્ષથી સ્વયંસેવકોની મદદથી મંદિરના દરેક નાના-મોટા પ્રસંગોનું આયોજન ખુબજ સુંદર રીતે પરિપૂર્ણ થયું હતું. અને જેમાં મંદિરે ઘણી પ્રગતિ કરીને બતાવ્યુંકે આજે મંદિરમાં આપણને ભક્તિભાવ ધરાવતા અને દિલથી કામ કરી શકે એવા નવયુવાનોની અને યુવતીઓની જરૂર છે. દસ-બાર વર્ષ સુધી ખુરશી ટકાવી રાખવા માટે મથતા માણસોની આપણા મંદિરને હવે કોઈ જરૂર જણાતી નથી.
સંજયભાઈ જગતિયા કે જે એડ્વૈસરી કમિટીના મુખ્ય કાર્યકર્તા છે જેઓ અત્યાર સુધી મંદિરને મદદ કરતા હતા. એમણે મિટીંગમાં ચેરિટી કમિશનનો પત્ર વાંચી સંભળાવ્યો હતો જેનો અહેવાલ જણાવે છે કે મંદિરની હાલ ની પરિસ્થિતિ પહેલા કરતા ઘણી સારી છે. આપણા મંદિરના ટ્રેઝરર અમિતભાઈએ ૨૦૧૧ થી ૨૦૧૨ માર્ચ સુધીના હિસાબના આંકડામાં જણાવ્યુંકે મંદિરે એનું તમામ દેવું ચૂકતે કરી નાખ્યું છે. અને મંદિરની પાછળ ૮ ફ્રેંચ રોડની મિલકત પણ હવે ફ્રી હોલ્ડ થઇ ગઈ છે અને જેનું વર્ષે ૨૦,૦૦૦ પાઉન્ડ ભાડું આવતું હોવાથી મંદિરને નફો થઇ રહ્યો છે. આમ હિંદુ મંદિર ઉન્નતિને પગલે ચાલી રહ્યું છે.
To view Annual Accounts  – http://www.charity-commission.gov.uk
હિંદુ મંદિરની ચુંટણીમાં જે નવી કમિટીના સભ્યો છે એમનાં નામની યાદી નીચે મુજબ છે.
Trustees
Dr Bhimabhai Odedra (Chair)
Mr Pareshbhai Patel
Mr Jivabhai Odedra
Mr Vrajlalbhai Karia
Management Committee
President : Mr Rajeshbhai Unadkat
Vice President : Mr Bhikujibhai Odedra
Treasurer : Mr Amitbhai Kanani
Secretary : Mr Rambhai odedra
Asst Secretary : Mr Rajivbhai Vaiyata
Committee Members
Mrs Minaben Makwana
Mrs Gitaben Patel
Mr Rakeshbhai Ravat
Mr Bharatbhai Karavdra
Mr Jatinbhai Morjaria
Mr Bhimabhai Godhania
Mr Bhupendrabhai Patel
Mr Baldevbhai Patel
Mr Vajshibhai Sisodia
Mr Khemrajbhai Gohel
Mr Jagdishbhai Chauhan
Mr Rameshbhai Bhutiya (c)
Mr Ramniklalbhai Thakrar(c)
Mr Ashishbhai Narsaim(c)
Centre Manager
Mr Mayurbhai Sisodiya